મોરબીમાં મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ આવસોનું લોકાર્પણ

- text


રૂ.15 કરોડના ખર્ચ 181 ક્વાર્ટર ,અદ્યતન આંગણવાડી અને લાઈબ્રેરી બનાવી દિવાળી પહેલા પોલીસ સ્ટાફને ક્વાર્ટરરો ફાળવી દેવાશે

મોરબીમાં મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ આવસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.રૂ.15 કરોડના ખર્ચે 181 ક્વાર્ટર અદ્યતન આંગણવાડી તથા લાઈબ્રેરી બનાવીને આ આવસોંનું લોકાર્પણ કરાયું હતું.અને આ આવાસો પોલીસ સ્ટાફને દિવાળી પહેલા ફાળવી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

- text

વીઓ -મોરબી જીલ્લો બન્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવી છે.અને આજે મોરબી જીલ્લાના આ મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.જેમાં હાલની તકે એક પી આઈ સહીત 14 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.મોરબી જીલ્લાની મહિલાઓ ને લગતી સમસ્યાઓનો ઝડપી અને સકારાત્મક ઉકેલ લાવવાની પણ આ પ્રસંગે કટી બદ્ધતા વ્યકત કરાઈ હતી.ઉપરાંત રૂ.15 કરોડના ખર્ચ બનેલા 181 કવાર્ટર માં બે ડી વાય એસપી ,11 પીઆઇ ,24 પીએસઆઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓ ને કેટેગરી વાઈઝ ફાળવી દેવાશે.આ તકે એસ.પી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,મોરબી જીલ્લાના પોલીસ કર્મચારીઓ માં 80 ટાકા ક્વાર્ટરની સુવિધા પુરી થઈ છે.અને સ્ટાફને આવાસોની દિવાળી ભેટ આપવામાં આવશે અને દિવાળી પહેલાજ સ્ટાફને સ્ટાફને આવાસો ફાળવી દેવામાં આવશે.આગામી સમયમાં વધુ 200થી 300 મકાનો બનાવાશે.કર્મચારીઓ ને જેટલી સુવિધા વધુ મળે એટલોજ તેમના કામ માં ઉતસાહ વધે છે.મંત્રી જયંતિ કવાડીયા એ જણાંવ્યુ હતું કે ,રાજયમાં જે નવા જીલ્લા બન્યા જીલ્લો સુવિધામાં અગ્રેસર છે.આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,ડી.ડીઓ એમ.એસ.ખટાણા ,નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંઝારિયા સહિતના ઉપસ્થિત રહયા હતા

- text