મોરબીમાં અધિક કલેકટર તરીકે કેતન જોશી મુકાયા

- text


પ્રાંત અધિકારી તરીકે લાંબા સમય સુધી મોરબી રહ્યા બાદ ફરી મોરબીમાં મુકાયા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા અધિક કલેકટર ના બદલી ના આદેશ કરવામા આવ્યા હતા જેમા મોરબી અધિક કલેક્ટર પી.જી.પટેલ ની બદલી કરી તેમની જગ્યાએ અધિક કલેક્ટર તરીકે કેતન પી જોશી ની નિમણુક કરવામા આવી છે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી બદલી અન્વયે ભારે ફરબદલ વચ્ચે ગેસ કેડરના અધિકારીઓની બદલીનો ઘાણવો કઢાયો છે જેમાં તાજેતરમા જ મોરબી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી બઢતી પામેલા કેતન જોશીને જીઆઇડીસી ગાંધીનગર ખાતેથી મોરબી અધિક કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે મોરબી અધિક કલેકટર પી.જી.પટેલને ઈન્ડેક્સટ સી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

- text

- text