કુપોષિત બાળકો માટે અપાતા પેકેટ ઢોર પણ ખાતા નથી : આંગણવાડી વર્કરો આગબબુલા

- text


માર્ચ માસથી ચૂપ બેઠેલ આંગણવાડી વર્કરોએ ચૂંટણી સમયે ફરી આંદોલનનું રણશીંગુ ફુક્યું

મોરબી : પગાર,પેન્શન સહિતના પ્રશ્ને લડત શરૂ કરનાર આંગણવાડી કર્મચારીઓની લડત માર્ચ માસમાં મોકૂફ રહ્યા બાદ વિધાનસભા ચૂંટણી સમયે આંગણવાડી વર્કરોએ ફરી આંદોલનનું રણશીંગુ ફૂંકી સરકાર દ્વારા કુપોષિત બાળકો માટે અપાતા તૈયાર પેકેટનો ખોરાક ઢોર પણ ખાઈ શકતા ન હોવાનું ખુલામખુલા જણાવી સરકાર સામે બાયો ચડાવી છે.
અગાઉ પગાર વધારા, ગ્રેચ્યુઇટી અને પેન્શન સહિતના પ્રશ્ને આંગણવાડી કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરતાં રાજ્ય સરકારે અનેક આંગણવાડી કર્મી બહેનોને પાણીચુ આપી લડતને ભાંગી નાખી હતીબને હોવી માર્ચ માસમાં મોકૂફ રહેલી આ લડત બમણા જોશથી શરૂ થઈ છે.
રાજ્ય સરકાર સમક્ષ ગુજરાત આંગણવાડી વર્કરો દ્વારા ગત.ફેબ્રુ અને માર્ચમાં સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હતી જેમાં ૭૦૦૦૦ આંગણવાડી વર્કરો-હેલ્પરોએ આંદોલનમાં ભાગ લીધો હતો. આંગણવાડી કર્મચારીઓ દ્વારા જણાવાયુ હતું કે દેશના ૮ રાજ્યોમાં ગત વર્ષે પગાર વધારો કરાયો છે અને ચાર રાજ્યોમાં તો રૂ.૧૦૦૦૦ પગાર આપવામાં આવે છે.તો ગુજરાતમાં માત્ર રૂ.૫૫૦૦ વર્કરનેઅને રૂ.૨૮૦૦ હેલ્પરોને આપવામાં આવે છે.
આંગણવાડી વર્કર પાસેથી મુખ્ય કામગીરી ઉપરાંત ૩૬ જેટલી વધારાની કામગીરી લેવાય છે.તેનું કોઈ જ વળતર ચૂકવાતું નથી.જે મામલે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે કે દેશના ૮ રાજ્યોની જેમ પગારમાં વધારો કરવામાં આવે,નિવૃતી વયમર્યાદા ૬૦ વર્ષ કરવામાં આવે, પ્રો.ફંડ., ઇ.એસ.આઈની યોજના લાગુ કરવામાં આવે, હેલ્પરમાથી વર્કરમાં ૫૦% જગ્યામાં પ્રમોશન આપવામાં આવે જેવી અનેક માંગણીઓ કરવામાં આવી હતી.
ઉપરાંત આવેદનપત્રમાં સરકાર ઉપર ગંભીર આરોપ લગાવી કુપોષિત બાળકોને તથા અન્ય બળજોને અપાતા ખોરાકનું પ્રમાણ ઓછું હોવાનું જણાવી કુપોષિત બાળકો માટે જે ફૂડપેકેટ અપાય છે તે ઢોર પણ ખાતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
આંગણવાડીની બહેનો દ્વારા મુખ્ય બાર માંગણી સરકાર સમક્ષ મુકવામાં આવી છે જેમાં પગાર વધારા ઉપરાંત નાસ્તા અને ફળની રકમ એડવાન્સ આપવી,દરવર્ષે સાડી નવા કાપડ ડિઝાઇન સાથે આપી સરકાર સાથે ૨૨/૧૧/૨૦૧૬ના રોજ યોજવામાં આવશે બેઠકના મુદાનો તુરંત અમલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

- text

- text