માળીયા(મી) : પોલીસે કુખ્યાત આરોપીને કાયદાનું ભાન કરાવી લોકોની માફી મંગાવી

- text


માળીયા(મી) : માળીયા મીયાણામાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ સીટી બની ગયુ હોય ઘણા વેપારીઓએ પોતાના ઘરબાર ધંધા છોડી મોરબી હીજરત કરી ગયા હતા. જેમા માળીયા મિયાણામાં 30થી વધુ લુટના ગુનામા અને બે હત્યાના આરોપી અને બે વાર પાસામાં જેલ હવાલે થયેલા ફારૂક દિલાવર જેડા આણી ટોળકીએ આતંક મચાવી રાખ્યો હતો. જે બે દિવસ પહેલા બે લુટ મા નાસતા ફરતા આરોપી ફારૂક દિલાવર જેઙા ઉર્ફે ફારકો ને માળીયા પોલીસે જાનના જોખમે પકઙી પાઙી આજે બપોરે માળીયા મિયાણા પોલીસ મથકના પીએસઆઈ જે.ડી.ઝાલા, મહીપતસિહ સોલંકી, ભરતભાઈ સહીતના સ્ટાફે ફારૂક દિલાવર જેઙા ઉર્ફે ફારકાને સિંઘમ રૂપ બતાવી શહેરની મેઈનબજારમા આજે બપોરે જાહેરમા સરભરા કરી બધા શહેરીજનો પાસે હાથ જોઙી માફી મંગાવી હતી અને કાયદો તમામ માટે સરખો છે અંને કાયદો તોડનારને કડક સજા થશે તેવુ માળીયા મીયાણાના જાંબાજ પીએસઆઈ જે.ડી.ઝાલા સહીત ના સ્ટાફે આજે બતાવી દિધુ છે.

- text