પૈસાની ઉઘરાણીમાં મોરબીના રવાપર રોડ ઉપર પટેલ યુવાનો ઉપર હુમલો

- text


ઉછીના લીધેલા નાણાં ચૂકવી દેવા છતાં મુસ્લિમ યુવાનોએ પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ

મોરબી:ગતરાત્રીના મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય નજીક મુસ્લિમ યુવાનોએ પૈસાની ઉઘરાણી મામલે પટેલ યુવાનો પર છરી બતાવી હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય નજીક વિશાલ પટેલ,રજની પટેલ,હાર્દિક પટેલ અને કમલેશ ધનજીભાઈ ચીખલીયા નીલકંઠ વિદ્યાલય નજીક બેઠા હતા ત્યારે ઈરફાન બ્લોચ,ઇસ્માઇલ બ્લોચ,સિકંદર ઉર્ફે સિકો બલૂન,રમીઝ ચાનીયા,નિકુંજ ઉર્ફે ચાકો અને અજાણ્યા માણસોએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને સિકંદર ઉર્ફે સિકા બલુને છરી બતાવતા આ મામલે કમલેશભાઈ ધનજીભાઈ ચીખલીયાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદી કમલેશભાઈ ચીખલીયાએ પોલીસમાં જણાવ્યું હતું કે સિકંદર ઉર્ફે સિકા બલૂન પાસેથી વિશાલે રૂપિયા પાંચ લાખ ઉછીના લીધા હતા જે ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓએ એક સંપ કરી હુમલો કરી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે એ ડિવિઝન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામા ભંગ બદલ રાયોટિંગ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીઆઇ બી.પી સોનારા ચલાવી રહ્યા છે.

- text