મચ્છુડેમ ખાતે શીતળ ચાંદનીમાં મોરબીવાસીઓ ઉજવશે શરદોત્સવ

- text


શહેરમાં ઠેર-ઠેર શરદોત્સવના આયોજન

મોરબી:આગામી તારીખ ૪ ના રોજ શરદપૂર્ણિમાના અવસરે મોરબીવાસીઓ મચ્છુડેમ સાઇટ ખાતે શીતળ ચાંદનીમાં શરદોત્સવની અનોખા માહોલમાં ઉજવણી કરવા તત્પર બન્યા છે.
દરવર્ષે મોરબીના શહેરીજનો શરદપૂર્ણિમાના અવસરે શીતળ ચાંદની માણવા સ્વયંભૂ મચ્છુ ડેમસાઈટ ખાતે પહોંચી જાય છે,છલો-છલ ભરેલા મચ્છુ જળાશયમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રમાનું અલૌકિક પ્રતિબિંબ જોવું એ પણ એક લ્હાવો છે.આહલાદક વાતાવરણમાં શહેરીજનો મોડી રાત્રી સુધી ચંદ્રમાની શીતળતા માણે છે અને સાથે લાવેલા દૂધ પૌવા આરોગી પોતાના આરોગ્યને ચંદ્ર જેવું શીતળ બનાવે છે.
શરદ પૂર્ણિમાના દિવસે દર વરસે હજારો માણસો મચ્છુ ડેમ ખાતે આવી પહોંચે છે અને ચાંદનીરાતમાં ખીલેલી પ્રકૃતિનો આનંદ માણી લોકો પુલકિત થઈ ઉઠે છે.
આ ઉપરાંત મોરબી શહેરમાં જુદી-જુદી જ્ઞાતિઓ દ્વારા પણ શરદોત્સવનું આયોજન કરાયું છે જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા દરબારગઢ ખાતે સમાજના બહેનો દિકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરાયું છે તો રામાનંદી સાધુ સમાજ દ્વારા બોયઝ હાઈસ્કૂલ ખાતે શરપૂર્ણિમા નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પણ અન્ય નાના મોટા આયોજનો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text