મોરબી આજે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

મોરબી:આજે વિજયાદશમીના અવસરે મોરબી રાજપૂત સમજ દ્વારા સમૂહ શસ્ત્ર પૂજન અને રેલીનું આયોજન કરાયું છે.

મોરબી રાજપૂત સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજન કરવામાં આવશે તે પૂર્વે બપોરે ૨.૩૦ કલાકે . મહારાણા પ્રતાપ સર્કલ એટલે કે એમ .પી.સર્કલ સમાકાંઠેથી રેલી યોજવામાં આવશે.
વધુમાં રાજપૂત સમાજની આ રેલીમાં બધા રાજપૂત ભાઈઓએ રાજપૂત પોશાક માં તલવાર સાફા સાથે બાઇકરેલીમાં એકદમ લાઈનમાં નીકળશે

જેથી મોરબી જિલ્લા ના તમામ રાજપૂત ભાઈઓ ને મોટી સંખ્યા માં હાજર રહેવા મોરબી રાજપૂત સમાજની યાદીમાં જણાવાયુ છે.