મોરબી જિલ્લાના ૧૨ હેડકોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી

પાંચ મહિલા કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ

મોરબી:મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૨ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી આપી ૫ મહિલા કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલોસવડા જયપાલસિંહ રાઠોરે એક હથિયારી અને ૧૧ બિનહથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી આપી છે જેમાં ટંકારના વિનુભાઈ સોલંકી,મોરબી સીટી એ ડિવિઝનના જયેંદ્રસિંહ જાડેજા,પોલીસ હેડકવાટર્સના વિનયકાન્ત સદાતીયા,વાંકાનેર સિટીના પ્રવિણસિંહ ઝાલા,બી ડીવીઝનના માવભાઈ ધ્રાંગા,એ ડિવિઝનના ચંદુલાલ વાઘેલા,ગોરધનભાઈ રાઠોડ,મોરબી તાલુકાના દીપસિંહ જાડેજા,માળીયાના આદમભાઈ ઠેબા,ટંકારના હીરાભાઈ ચાવડા,હળવદના મહમદ સલીમ દરજાદક અને વાંકાનેર તાલુકાના ધર્મેન્દ્રસિંહ જાડેજાને બઢતી આપી મૂળ સ્થાને રખાયા છે.
આ ઉપરાંત પાંચ મહિલા કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયા છે જેમાં પાર્વતીબેન બાબરીયા,રેખાબેન બારૈયા,અલ્પાબેન ડામોર,ફૂલીબેન તરાર અને આશાબેન મકવાણાનો સમાવેશ થાય છે.