મોરબીના બે સીરામીક એકમો ઇન્કમટેક્સની ઝપટે

- text


રાજકોટ ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન:મોટા પાયે કાર્યવાહી

મોરબી:મોરબીના બે સીરામીક એકમો ઇન્કમટેક્સની ઝપટે ચડ્યા છે,રાજકોટ ઇન્કમટેક્સની ટીમો દ્વારા મોટા પાયે સર્ચ સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળિયા અને ધરમપુર રોડ પર આવેલ બે અલગ-અલગ સીરામીક એકમોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં બન્ને સીરામીક એકમમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા સઘન તપાસણી કરવામાં આવી રહી છે અને સર્ચ સર્વેના અંતે સીરામીક એકમોમાં ચાલતા મોટા બેનામી વહીવટ બહાર આવવાની શક્યતા હોવાનું જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોરબીમાં જીએસટી ચોરીના શ્રી ગણેશ થયા હતા અને મોટા પાયે બે નંબરી બિલોનો વહીવટ બહાર આવ્યો છે તેવા સમયે જ બીજી સરકારી એજન્સી દ્વારા સર્ચ સર્વેની તડાપીટ બોલતા સીરામીક ઉદ્યોગકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

 

- text