કબૂતર બીલવાળા ઉપર તવાઈ ઉતારવા સીરામીક એસોસિએશનની માંગ

- text


જીએસટીના દરોડા બાદ સીરામીક એસોસિએશન હજુ પણ કડક હાથે ચેકીંગ કરવા સૂચવ્યું

જીએસટી કાયદો લાગુ પડ્યા બાદ પહેલી વખત જ મોરબી સીરામીક ફેક્ટરીમાંથી ૫૮ લાખની જીએસટી ચોરી પકડતા સીરામીક એસોસિએશન દ્વારા દરોડાની કાર્યવાહીને યોગ્ય ગણાવી સરકાર કબૂતર બીલમાં વેપાર કરનાર પર તવાઈ ઉતારે તેવી માંગણી કરી છે.

- text

જીએસટી દરોડા અંગે પ્રતિક્રિયા આપતા સીરામીક એશોસીએસન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા ચેકીંગ ચાલુ છે તેમ છતા જો કોઇ પણ કરચોર હોય તેને પકડવા જ જોઈએ.
વધૂમા તેઓએ ઉમેર્યું હતું કે જીએસટી ના કાયદા એટલા ગંભીર છે કે જો તેમાં કોઇ પકડાશે તો જેલ સુધી ની સજા અને પેનલ્ટી પણ બહુ જ છે ત્યારે એશોસીએસન ની જવાબદારી છે કે તેમના સભ્યોને તેનાથી બચવા સાચા રસ્તે જવા માટે પ્રેરણા આપે અને આ કામગીરી એસોસિએશન કરી જ રહ્યું છે.

આ સંજોગોમાં અંતે તેઓએ જણાવ્યું હતું કે જીએસટી ચોરીના આ કેસમાં હજુ વધુ કડક તપાસ કરી અને હાઇવે પેટ્રોલીગ ચાલુ કરવા જોઇયે અને ખાસ કરીને કબુતર બીલ પર વેપાર કરનાર તત્વો પર તવાઇ કરવી જોઇએ

- text