ઉજાલા બલ્બ રોકડે ખરીદ કરનાર લોકોને વધારાનો ડામ

લોકો સાથે લૂંટ શરૂ કરતી વિજકંપની:કરોડો કમાવાનો કારસો

મોરબી: રાજ્યની ભાજપ સરકાર માટે વહેતુ થયેલું મારા હારા છેતરી ગયા સૂત્રને પી.જી.વી.સી.એલ.યોગ્ય ઠેરવી રહી છે, ઉજાલા બલ્બ રોકડે ખરીદ કરવા છતાં ગ્રાહકોને અંધારામાં રાખી હવે બિલ ભેગા ઉજાલાના હપ્તા ની રકમ ચડી ને આવતા હજારો ગ્રાહકોને છેતરવા કરોડો કમાવાનો કિમીયો ઘડી કઢાયો હોવાની પ્રતીતિ થઈ રહી છે.

હમણાં હમણાં મોરબી અને ટંકારાના વીજ ગ્રાહકો એક જ સૂત્ર બોલી રહ્યા છે આધા રેજો હવે જીઈબી ઝટકા આપે છે! વાત જાણે એમ છે કે પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા પાવર સાથે ઝટકા આપવાનુ પણ શરૂ કર્યું છે દોઠેક વર્ષ પહેલાં સરકારની અજવાળું પાથરી લાઈટ બચાવા માટે ઉજાલા લેમ્પ ની યોજના દ્વારા સસ્તા ભાવે લેમ્પ વિતરણ કરવામાં આવ્યા હતા અને જો ગરીબને હપ્તો કરી ને લેમ્પ લેવો હોય તો લાઈટ બિલ સાથે રકમ ભરવા ની હતી.

આ યોજનાના ખાસા સમય બાદ હવે તંત્રની ભુલે રોકડે ઉજાલા બલ્બ લેનારને પણ બીએ હપ્તો ચડી આવતા ભારે રોષ ફેલાયો છે.

ટંકારા ના જાગૃત શિક્ષણ વિદ હર્ષદ પટેલ ને વિજ બિલ સાથે ઉજાલા લેમ્પ ની હપ્તા ની રકમ ચડી ને આવતા આ હકીકત સામે આવી હતી ત્યારે તંત્ર દ્વારા ગરીબ અભણ અને અજાણ ગ્રાહકનુ શુ કરતા હશે,આ ઉધાડી લુટ નહી તો બિજુ શુ.? વીજકચેરીની ભૂલ હોવા છતાં જુનુ રોકડા નુ બિલ માગે છે વધુ મા એવા જવાબ આપવામાં આવી રહ્યા છે કે સરકારે એ પૈસા તમારા બિલમાં ભૂલથી ઉધાર્યા છે તમારે ઉજાલા બલ્બની પહોંચની ઝેરોક્ષ અને બીલની ઝેરોક્ષ આપવી પડશે ત્યારે આ ઉજાલા બલ્બના પૈસા પરત મળી જશે નો જવાબ આપી જવાબદારી ખંખેરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આવુ એકલ દોકલ ગ્રાહકો સાથે નહી હજારો ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી કરવામા આવતી હોવાની ફરિયાદ ઉઠી છે અને આનુ મુળ પકડવા અને તટસ્થ તપાસ માટે વિજીલન્સ તપાસ કરે તેવી રજૂઆત સાથે આવેદન આપવા તૈયારી શરૂ કરવામાં આવી છે.