ચોરાવ મોબાઈલ ટેબ્લેટ સાથે ઢીંગલી ઝડપાયો

- text


મોરબી:મોરબી એસઓજી ટીમે આજે ચોરાવ મોબાઈલ અને ટેબ્લેટ સાથે ઢીંગલી નામના આરોપી ને ઝડપી લઈ બી ડિવિઝન પોલીસને  સોંપ્યો હતો. જાણવા મળ્યા મુજબ મોરબી એસઓજી સ્ટાફને મળેલી બાતમી ને આધારે બી ડિવિઝન પોલીસ મથકના ગુન્હા અન્વયે ઇદગાહ મસજીદ નજીક રહેતા સલીમશા ઉર્ફે ઢીગલી હુસેનશા શાહમદાર ને ઝડપી લઈ ચોરાવ ટેબ્લેટ, મોબાઈલ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતો

- text

આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા,શંકરભાઇ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,ફારૂકભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા,મયુરધ્વજસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી,જયસુખભાઈ વસિયાણી,એ.પી.જાડેજા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text