સલામ છે માળીયા તાલુકાના શિક્ષકોને ! પુરઅસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટની ભેટ આપી

- text


પ્રત્યેક બાળક માટે પુસ્તક,નોટબુક,પેન,બેગ સહિતની સામગ્રી:શિક્ષકોએ ખિસ્સાના ખર્ચે રૂ.૨૬૨૫૦૫નો ફાળો એકત્રિત કર્યો

માળીયા:સામાન્ય રીતે શિક્ષકોને વેદિયા અને કરકસરિયા ગણવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના શિક્ષકોએ અનોખી મિશાલ પુરી પાડી જે કામ સરકારે ન કરી બતાવ્યું તે કામ પોતાના સ્વ-ખર્ચે કરી બતાવ્યુ છે,માળીયા જળ હોનારતમાં બધું ગુમાવી દેનાર અસરગ્રસ્તોના બાળકોને મદદરૂપ થવા શિક્ષકોએ ઉદાર હાથે ધનરાશિ એકત્રિત કરી ૨૮૫૦ બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કરી સલામ ના હક્કદાર બન્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ ૨૨ જુલાઈના રોજ આવેલા મચ્છુ નદીના પૂરને કારણે માળીયા શહેર અને તાલુકાના ગામો તબાહ થઈ ગયા હતા આ જળ હોનારતમાં માળીયા તાલુકાની મોટાભાગની શાળાઓમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને મોટાભાગના બાળકોના પુસ્તકો બેગ પણ પાણીમાં તણાઈ જતા માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષકો દ્વારા બાળકોને મદદરૂપ થવા સંકલ્પ કરી એક જ બેઠકમાં રૂપિયા ૨,૭૨,૫૦૫ નો ફાળો એકત્રિત કરી બાળકો માટે પુસ્તક,નોટબુક,બેગ સહિતની સામગ્રી ભેટ આપી સ્તુત્ય પગલું ભર્યું હતું.
વધુમાં એકત્રિત ધનરશીમાંથી શિક્ષકો દ્વારા ૨૮૫૦ કીટ તૈયાર કરી માળીયા તાલુકાના ૨૦ ગામો કે જેની શાળાઓ પુરમાં તબાહ થવાની સાથે બાળકોએ દફતર ચોપડા સહિતની સામગ્રી ગુમાવતા શિક્ષક સંઘ દ્વારા તમામ બાળકોને આ કીટ આપવા નક્કી કર્યું હતું.
દરમિયાન બે દિવસ પૂર્વે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દવે,માળીયા ટીડીઓશ્રી ચાવડા,માળીયા ટીપીઈઓ જિજ્ઞાબેન અમૃતિયા વગેરેની ઉપસ્થિતિમાં માળીયા તાલુકા શાળા અને માળીયા કન્યાશાળામાંથી આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માળીયા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ડી.આર.હૂંબલ,મહામંત્રી એચ.એચ.વરસડા,સંઘના તમામ હોદેદારો,તાલુકા શાળાના તમામ આચાર્યો,શિક્ષકો અને તમામ કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી જે કામ સરકાર કે સ્વૈચ્છીક સંસ્થા ન કરી શકી એ કામ શિક્ષકોએ કરી બતાવ્યું હતું.

- text

- text