વિશાખાપટનમ ખાતે વાઈબ્રન્ટ સિરામિક સમીટ યોજાઈ

મોરબી : વિદેશ બાદ હવે ઘર આંગણે શરૂ થયેલ સિરામિક એક્સ્પો સમિટ માટેના કાર્યક્રમમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

તાજેતરમાં વિશાખાપટનમ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સિરામીક એક્સપો -સમીટમાં ૧૦૦ થી વધુ ડીલરો, બીલ્ડર્સ, આર્કીટેક વગેરેએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને સાથોસાથ પત્રકાર મિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. અને એકઝીબીસમાં આવવા આમંત્રણ પણ આપ્યું હતું. જેમાં મોરબી સિરામીક એસોસિએશન તરફથી નિલેષ જેતપરીયા, ઓકટાગોનમાંથી વિનય દોષી અને રાઇસીનીંગ વેન્ચરમાંથી વિશાલ આચાર્ય સહિતના એ સમીટમાં ઉપસ્થિત રહ્યા હતા.