માળીયા(મિં)માં છરીની અણીએ 15,500ની લુંટ ચલાવી આરોપી ફરાર

- text


માળીયા(મિં)માં ધોરા દિવસે 4 અજાણ્યા શખ્સોએ છરીની રૂ.4500 રોકડ, એક સોનાની વિંટી કિંમત રૂ.10,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂ.1000 કુલ 15,500ની લુંટ ચલાવી ફરાર થઇ જતા માળીયા(મિં) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાણી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, માળીયા(મિં)માં રહેતા જયદિપસિંહ દિલીપસિંહ જાડેજા ગઇ કાલે સવારે માળીયાથી હરીપર જવાના કાચા રસ્તે ચાલીને કામ અર્થે જતા હતા. તે દરમ્યાન આરોપી ફારુખ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો આડા પડી જયદિપસિંહને માર મારી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રૂ.4500 રોકડ, એક સોનાની વિંટી એક સોનાની વિંટી કિંમત રૂ.10,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂ.1000 કુલ રૂ.15,500ની લુંટ ચલાવી ચારેય આરોપી ફરાર થઇ ગયા હતા. અા બનાવની માળીયા(મિં) તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- text