મોરબી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડિયાનું અવસાન

મોરબી : મોરબી સરસ્વતી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ ના રોજ સવારે ૮ થી ૧૦, શક્ત શનાળા સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે રાખેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આજે તારીખ 16ને શનિવાર અને અને તારીખ 18ને સોમવારે શનાળા અને મોરબી વિદ્યાલયમાં શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવેલ હોવાનું સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયની યાદીમાં જણાવેલ છે.