અદાણી પોર્ટ અને પારલે-જી કંપનીની મુલાકાત લેતી મોરબીની આર.ઓ.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ

અદાણી પોર્ટ અને પારલે-જી કંપનીની મુલાકાત લેતી મોરબીની આર.ઓ.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ

મોરબી:મોરબી આર.ઓ.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં ઔધોગિક મુલાકાત અંતર્ગત કચ્છમાં અદાણી પોર્ટ અને પારલે-જી કંપનીની મુલાકાત લીધી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજની ટી.વાય.બી.કોમની વિદ્યાર્થીનીઓ માટે ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ અને ભુજ સ્થિત પારલે-જી કંપનીની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓએ કંપનીમાં થતી કામગીરી અંગે માર્ગ દર્શન મેળવ્યું હતું.
આ ઔદ્યોગિક મુલાકાતના આયોજન માટે કોલેજના પ્રાધ્યાપક મયુર હલપરા અને ચંદ્રેશ પરમારે ખુબજ જહેમત ઉઠાવી હતી.