માળિયા તાલુકાના ફોરેસ્ટર કાનાભાઇ ચાવડાની કામગીરીને બીરદાવતા તાલુકાવાસીઓ

- text


માળિયા મીયાણા તાલુકાના દહીંસરા ખાતે વનવિભાગ ની નર્સરી કે જે મોરબી નવલખી હાઇવે પાર આવેલી છે, આ નર્સરી મોરબી રેન્જ હસ્તક આવેલી છે જેમા રાઉન્ડ ફોરેસ્ટર તરીકે કાનાભાઇ આહીર (ચાવડા) છેલ્લા ઘણા વખત થી નોકરી કરે છે, તેનું વતન તેજ ગામ એટલે મોટા દહીંસરા છે, આ વિસ્તાર માં વાડીઓ નથી એટલે કે વરસાદ આધારિત ખેતી થાય છે એટલે ખેતરો માં વૃક્ષો વાવવા શક્ય નથી. ગ્રામ્ય વિસ્તાર હોવાથી ગામમડાઓ માં ફળિયા મોટા હોઈ છે, ફળિયા માં જામફળી, સીતાફળી, લીંબુ, દાડમ, બદામ વગેરે વૃક્ષો વવાય તે માટે મોટા દહીંસરા રાઉન્ડ ના સહિયોગ થી લોકો સુધી આવા રોપાઓ પહોંચે તે માટે કાનાભાઇ સતત મહેનત કરતા હોય છે જેમની કામગીરીથી આ તાલુકાના લોકો પણ ખુશી વ્યક્ત કરે છે આ નર્સરી માં એકાદ લાખ તંદુરસ્ત રોપાઓ દર વર્ષે ઉછરે છે, નોકરી ની સાથે સાથે પોતાના વતન ની આજુબાજુ ના ગામડાઓ હરિયાળા થાય તે માટે પોતાના થી બનતા પ્રયત્નો કરે છે જેમની કામગીરીની પ્રશંસા સાંભળી આજ રોજ તાલુકાના તલાટી કમ મંત્રીના પ્રમુખ અશ્ર્વીનભાઇએ મોટા દહિસરા નર્સરીની ઓચિંતી મુલાકાત લઈને કાનાભાઇ ચાવડાની કામગીરીને બિરદાવી હતી અને સોશિયલ નેટવર્ક મારફતે આ નર્સરીનો લોકો વધુમાં વધુ લાભ લે અને માળિયા વિસ્તારમાં વધુ વૃક્ષોનુ વાવેતર કરવા તાલુકાવાસીઓને સંદેશો આપ્યો હતો

- text