જલારામ સેવા મંડળના નિર્મિત કક્કડનો આજે જન્મદિવસ : જરૂરિયાતમંદ લોકોને ભરપેટ ભોજન કરાવી ઉજવણી કરાશે

- text


મોરબી : જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિતભાઈ પ્રવિણભાઈ કક્કડનો આજે જન્મદિવસ છે,૬ સપ્ટેમ્બર ૧૯૮૯ના રોજ જન્મેલા નિર્મિત કક્કડ ને આજે ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

નાની વયમાં અનેકવિધ સેવા પ્રવૃતિ સાથે જોડાયેલ નિર્મિત કક્કડ જલારામ સેવા મંડળના પ્રમુખપદ સાંભળવાની સાથે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રાંતના સેક્રેટરી તરીકે જનતા કલાસીસ મોરબીના સંચાલકની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. સ્વભાવે કાળમીંઢ પથ્થર જેવા નિર્મિતભાઈ કક્કડ ગરીબો અને આમ નાગરિકો માટે એટલું જ નાજુક હદય ધરાવે છે, ભૂલ હોય તો ભગીની સંસ્થાઓની ખુલ્લેઆમ ધૂળ કાઢવામાં જરા પણ કચાસ ન છોડવામાં માનનાર નિર્મિતભાઈ આજે પોતાના જન્મ દિવસે જલારામ સેવા મંડળ સંચાલિત સદાવ્રતમાં ૩૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભરપેટ ભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરશે.આજે તેમના જન્મ દિવસે શુભચિંતકો અને મિત્રો દ્વારા મો.9998880588 પર શુભકામનાઓ વરસાવી રહ્યા છે.

- text

- text