ભારે વરસાદે મોરબી જિલ્લાના ૬૫ રસ્તા અને ૭૪ નાલા-કોઝવે ધોઈ નાખ્યા

- text


અતિવૃષ્ટિને કારણે મોરબી જિલ્લાના માર્ગો-પુલિયાને ૮૯.૪૫ કરોડનું નુકશાન

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે ૬૫ જાહેર માર્ગો અને ૭૪ નાલા-કોઝવેને નુકશાન પહોચ્યું હોવાનું સતાવાર રીતે જાહેર કરાયો છે જે પૈકી ૧૨ માર્ગો પરના કોઝવે પાણીના વારંવાર તૂટતાં હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અહીં પુલ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલી તારાજીનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના આશરે ૮૬ કીમી લંબાઈના ૬૫ માર્ગોને રૂપિયા ૨૯ કરોડ અને ૭૪ નાલા-પુલિયાઓને રૂપિયા ૬૦ કરોડનું મળી જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો અને નળ કોઝવેને ૮૯.૪૫ કરોડ રૂપિયાની નુકશાનીનો રિપોર્ટ સરકારમાં કરવામાં આવ્યો હતો. વધુમાં આ સર્વેમાં અતિવૃષ્ટિ ઉપરાંત પાણીના ભરવાના કારણે ૧૨ માર્ગો પરના કોઝવે વારંવાર તૂટી જતા હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં તાત્કાલિક ધોરણે પુલિયા બનવવા દરખાસ્ત કરવામાં આવી છે આવા માર્ગોમાં ટંકારા-અમરાપર-ટોળ,વાંકાનેર-રાતીદેવડી,વાંકીયાથી પંચાસિયા,નેશનલ હાઇવેથી ગારીડા, ગાળા-શાપર રોડ,લગધીરનગર અને અદેપર સહિતના ૧૨ માર્ગોનો સમાવેશ થાય છે.
જો કે લગધીરનગર અને અદેપર ગામનો પુલ સાંકડો અને નબળો હોય એ પુલને નવો બનવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text