ભારે વરસાદને કારણે બિસ્માર વાવડી રોડ હતો ન હતો થઈ ગયો : રહેવાસીઓ પરેશાન

- text


ખાડા ટેકરા વાળા રોડને કારણે અનેક લોકોના હાડકા ખોખરા

મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ વાવડી રોડની હાલત અત્યન્ત બિસ્માર બની જતા લોકો જીવના જોખમે ના છૂટકે ચાલી રહ્યા છે આમ છતાં પાલિકતંત્રનું પેટનું પાણી પણ હલતું નથી,અને પાકો વાવડી રોડ જાણે ગુમ થઈ ગયો હોય તેવી પ્રતીતિ લોકને થઈ રહી છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી શહેરના વાવડી રોડની હાલત દયનિય બની છે,ચોમાસા પૂર્વે આ રોડ તૂટી ગયો હોવા છતાં પાલિકા દ્વારા રીપેરીંગ ન કરતા ભારે વરસાદ બાદ વાવડી રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા ગાબડાં પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ રહેતું હોય લોકોને ક્યાં રસ્તો સારો છે અને ક્યાં ગાબડાં છે એ ખબર પડતી ન હોય અત્યાર સુધીમાં કઈ કેટલાય લોકોના હાડકા ખોખરા થઈ ગયા છે.
તેમાં પણ પાલિકાતંત્ર દ્વારા લગાવેલ વાવડી રોડ પર ની લાઈટ શોભાના ગાઢીયા સમાન હોવાથી રાત્રીના અહીંથી પસાર થવું અત્યંત જોખમી થઈ જાય છે. મોરબીનો વાવડી રોડ શહેર નો મુખ્ય માર્ગ છે અહીં દિવસ ભર વાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર રહે છે, કારણ કે આ રોડ પર અનેક સોસાયટીઓ વિકાસ પામી છે,પરંતુ રાત પડતા લોકો પોતાના જીવના જોખમે નીકળે છે એક તરફ બિસ્માર રોડ ને ઉપર જતા લાઈટ પણ ગુલ. આ સંજોગોમાં વાવડી રોડ ના રહીશો એ નગરપાલિકાતંત્રને યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી છે.

- text