આ છે સિયાચેન ! મોરબીના નગરજનો માટે રવિવારે સિયાચેનને જાણવા અનોખો કાર્યક્રમ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં સફારી મેગેઝીનના હર્ષલ પુષ્કરણા ઓડિયો વિઝ્યુલથી આપશે રસપ્રદ માહિતી

મોરબી : દેશના અતિ દુર્ગમ યુદ્ધક્ષેત્રમાં વિષમ પરિસ્થિતિમાં ફરજ બજાવતા આપણા વિરજવાનોની જાત મુલાકાત લેનાર સફારી મેગેઝીનના સંપાદક દ્વારા સિયાચેન જનજાગૃતિ અંતર્ગત આગામી તા.૩ ને રવિવારે બપોરના 4 વાગ્યાથી હરભોલે હોલ મોરબી ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશેષ કાર્યકમ યોજવામાં આવ્યો છે.

મોરબી ના નાગરિકો તથા યુવા પેઢીમાં દેશનું રક્ષણ કરતા વીર જવાનોની ફરજ અને કાર્ય પધ્ધતિ અંગે જાગૃતિ આવે તે હેતુ થી હંમેશા દેશભક્તિ અને દેશસેવાના કાર્ય માં સમર્પિત મોરબી ના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ” આ છે સિયાચેન ” નામનો કાર્યક્રમ મોરબીના આંગણે યોજવા જઈ રહયો છે. જેમાં વિખ્યાત જ્ઞાનવર્ધક મેગેઝીન ” સફારી” ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા દવારા દુનિયાના સૌથી ઉચ્ચા યુદ્ધક્ષેત્ર સિયાચેનની મુલાકાતના અનુભવ વિશે દ્રશ્ય – શ્રાવ્ય ( ઓડીઓ – વિડિયો ) દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે .

- text

આ કાર્યક્રમમાં સિયાચેનમાં આપણા લશ્કરી જવાનો શી કામગીરી બજાવે છે? વિષમ વાતાવરણ સામે કઈ રીતે ઝઝુમે છે? અને કેવા પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો નો સામનો કરીને આપણા સૌનું રક્ષણ કરે છે.તે જાણવા માટે અત્રેના હરભોલે હોલ ખાતે તા.૩ ને રવિવારે બપોરના 4 વાગ્યાથી વિનામૂલ્યે કાર્યક્રમ યોજેલ છે,વધુ વિગતો માટે મો.૯૮૨૫૯ ૦૮૭૮૭, ૯૭૨૭૦ ૩૭૨૭૩ ઉપર સંપર્ક સાધવો.

- text