મોરબીમાં વરસાદને કારણે તાલુકા કક્ષાની એથ્લેટીકસની સ્પર્ધા પણ મોકુફ રખાઈ

મોરબી : મોરબીમાં પડેલા વરસાદ તેમજ હાલમાં જે વરસાદી વાતવરણ સર્જાયુ છે. તેના કારણે મોરબી જિલ્લા રમતગમત અધિકારી સત્યજીત વ્યાસએ જણાવ્યું હતું કે, મોરબીમાં યોજાનારી તાલુકા કક્ષાની એથ્લેટીકસની સ્પર્ધા મોકુફ રાખવામાં આવી છે. તેથી સ્પર્ધકોએ આ સ્પર્ધાની આગામી તારીખ khelmahakumbh.orgની વેબસાઈટ પર મુકવામાં આવશે જેની દરેક સ્પર્ધકોએ નોંધ લેવા રમત ગમત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.