મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (29-08-17)

મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (29-08-17)

રાતાવીરડાના કારખાનામાં મશીનમાં ગળું આવી જતા શ્રમિકનું મોત
મોરબી : વાકાનેરના રાતાવીરડા નજીક આવેલ કેપટોન સીરામીક ફેકટરીમાં કામ કરતા વિરકુમાર જલકુમાર જાટ ઉ.34નું ગઈકાલે ટેન્કર મશીનની પ્લેટમાં ગળું આવી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેર-મોરબી હાઇવે પર અજાણ્યા વાહને હડફેટે લેતા માટેલના યુવકનું મોત
મોરબી : ગઈકાલે વાંકાનેર-મીરબી હાઇવે ઉપર લાલપર નજીક ગઈકાલે માટેલ ગામના મોટર સાયકલ સવાર યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ ગાઈકકે માટેલના હિતેશભાઇ ઉર્ફે જીતેશભાઇ પોલાભાઇ ચાવડા મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મઓટ નીપજ્યું હતું ઘટના અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધારી છે.

ટંકારા પોલીસે ૨૪૦ લીટર દેશીદારૂ ભરેલી રીક્ષા પકડી
ટંકારા : ટંકારા પોલીસે મોરબી તરફ જતી દેશી દારૂ ભરેલ રીક્ષા પકડી પાડી 240 લીટર દારૂ રીક્ષા કિ. રૂ. 34800 ના મુદામાલ સાથે નજીર મહમદ બલોચ ને દબોચી લીધો
ટંકારા પોલીસ ના પ્રદીપભાઈ ગોહિલ. અને વિક્રમભાઈ આહિર ને મળેલ બાતમી આધારે રાજકોટ થી ઓટો રિક્ષા નં જી. જે. 3.એ.યુ.3045 મા દેશી દારૂ ની હેરાફેરી કરતા હોય ગઈ કાલે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી ત્યારે રાજકોટ તરફ થી આવતી રીક્ષા રોકિ તપાસ કરતા 240 લિટર દારૂ કિ. 4800 ને રીક્ષા કિ. 30000 કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસે ૧૨૦૦ લીટર દેશીદારૂ સાથે સાડાચાર લાખના બે વાહન જપ્ત કર્યા
મોરબી : મોરબી પોલીસે દેશીદરૂની હેરફેરના બે કિસ્સામાં 1210 લીટર દેશીદારૂ સાથે એક ઇકોકાર અને સેન્ટ્રોકાર મળી રૂપિયા સાડાચાર લાખના વાહનો જપ્ત કર્યા હતા.
મોરબી તાલુકા પોલીસ દ્વારા દેશીદરૂની હેરફેર પકડી પાડવાના પહેલા કિસ્સામાં પાવડીયારી નજીકથી સિકરપુર ભચાવના વિનોદ દજાભાઈને ૪૨૫ લીટર દેશીદારૂ અને સેન્ટ્રો કાર તેમજ બીજા કિસ્સામાં ચોટીલાના ચિરોડ ગામની ફરીદા જયંતિ ચૌહાણે મોકલેલો ૭૮૫ લીટર દેશીદારૂ સાથે સિકંદર ઉર્ફે ઇમરાન મહેબૂબભાઈને ઇકો કાર સાથે ઝડપી લઇ કુલ ૪૫૧૭૦૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.