મચ્છુ 2 ડેમમાં આવક ઘટી : હાલ 4 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લામાં રાત્રીના સારા વરસાદના પગલે મોટાભાગના જિલ્લાના ડેમો ઓવરફ્લો થયાં હતાં. જેમાં મોરબી પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છું 2 ડેમના ઉપરવાસમાં રાત્રીના પડેલા વરસાદના પગેલ ડેમમાં પાણીની આવક શરૂ થતાં આજે વહેલી સવારે મચ્છું 2 ડેમના 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલી 12950 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હાલ ડેમમાં પાણીની આવક ઘટી જતાં બપોરે 12.30 કલાકે મચ્છું 2 ડેમના ખોલવામાં આવેલા 10 દરવાજા માં ઘટાડો કરી હાલ માત્ર 4 દરવાજા 2 ફૂટ સુધી ખુલા રાખી 5180 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યાનું સરકારી તંત્ર દ્વારા જણાવાયું છે.

જયારે સવારે 8 વાગ્યા બાદ મોરબી જિલ્લામાં કોઈ જગ્યાએ વરસાદ નોંધાયો ન હતો.