મોરબી જીલ્લામાં એકા એક વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે વરસાદનુ આગમન

મોરબી : ભારે વરસાદની આગાહીની વચ્ચે મોરબી જિલ્લામાંમાં રાત્રે ગાજ વીજ સાથે અમુક વિસ્તારોમાં જોરદાર ઝાપટા પડ્યા હતા. જેમાં પ્રમથ વાંકાનેર અને ટંકારા પંથકમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. અને મોરબીમા પણ ભારે ગાજ વિજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આમ રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. ટંકારામાં જોરદાર વરસાદી ઝાપટાના પગલે વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

મોરબી જિલ્લામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં હળવદમાં 26 મીમી, મોરબીમાં 07 મીમી, અને વાંકાનેરમાં 19મીમી વરસાદ નોંધાયો હતો.