- text
મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી ચૂંટણી નજીક આવતી હોવાથી આ ચૂંટણી બહુમતી થી જીતવા માટે શાસક પક્ષ ભાજપે અત્યારથી કમર કસી લીળી છે.ચૂંટણી ની તૈયારીઓના વ્યૂહના ભાગ રૂપે ભાજપ દ્વારા રાજ્ય ની 182 સીટો ઉપર વિજય ટંકાર યુવા સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.અગાઉ એક સ્થળે સંમેલન યોજાઈ ગયા બાદ આગામી 30 તારીખે મોરબી માં આ સંમેલન યોજવાનું હોવાથી સ્થાનિક યુવા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે
- text
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડા એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે ,રાજ્ય ની 182 સીટો ઉપર ભાજપ નો વિજય વાવટો ફરાવવાના વિધાનસભાની ચૂંટણીના આયોજન ના ભાગ રૂપે ભાજપ દ્વારા આગામી 30 મી ઓગસ્ટે મોરબી ના કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે સાંજે વિજય ટંકાર યુવા સંમેલન યોજાશે. જેમાં પ્રદેશ યુવા અધ્યક્ષ ઋત્વિજ પટેલ હાજર રહીને સભાને સંબોધન કરશે .ઋત્વિજ પટેલ મોરબી માં પ્રથમ વખત આવનાર હોવાથી તેમને સત્કારવા મોરબી જીલ્લા યુવા ભાજપ દ્વારા બાઇકરેલી નું આયોજન કરાયું છે. જેમાં આશરે 1 હજાર બાઇક જોડાશે. આ બાઇક રેલી દરબારગઢ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી પ્રસ્થાન કરી શહેરના માર્ગો પર ફરીને કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પહોંચસે. તે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 7 દિવસ સુધીના ઉકાળા વિતરણ કેન્દ્ર નો પ્રારંભ કરશે. ઉપરાંત ઋત્વિજ પટેલના હસ્તે સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પજાલી અર્પણ કરાશે. તેમજ સભા સ્થળે સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાશે.
- text