મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજમાં હર્ષભેર ગણેશ સ્થાપના

મોરબી : મોરબીમાં આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ દ્વારા આજે સવારે ધામધૂમથી ગણેશ સ્થાપન કરી હતી. અને રોજ સવાર સાંજ વિદ્યાર્થીનીઓ પૂજા આરતી કરે છે અને પ્રસાદ પણ ધરાવે છે. આ ઊજવણીમાં કોલેજનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઇ હતી.