હડમતિયામાં “વિધ્નહર્તા શ્રીગણેશ” ની ધામધૂમ પુર્વક શોભાયાત્રા કાઢવામાં આવી.

- text


ટંકારા તાલુકાના હડમતિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જુના ગામ તેમજ નવા ગામનાં “હડમતિયા યુવક મંડળ” દ્વારા વિધ્નહર્તા શ્રી ગણેશની આજે સવારે બે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

- text

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે ગમે તેમ કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.
અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ સુખ-સમૃદ્ધિ, યશ-ઐશ્વર્ય, વૈભવ, ઋણહર્તા દેવ છે. શિવપુરાણ અનુસાર ગણેશજીનો અવતાર ભાદરવા માસની સુદ ચોથના દિવસે થયો હતો. તેઓ પ્રથમ પૂજનીય દેવ છે. તેમનો જન્મોત્સવ એટલે કે “ગણેશ ચતુર્થી ” ને હડમતિયામાં ભારે ધામધૂમ પુર્વક ઉજવતા ગામ આખું ભકિતમય બની ગયું હતું. અને ૧૧ દિવસ ગણેશજીનું સ્થાપન કરી પુજા અર્ચન કરીને તા. ૫/૯ /૨૦૧૭ ના રોજ ધામધુમ પુર્વક વિસર્જન કરશે.

- text