ઉમિયા આશ્રમ નાગેશ્વર મહાદેવ મંદિરે ૨૦મો પાટોત્સવ યોજાયો

મોરબી : ઉમિયા આશ્રમ અને સત્યનારાયણ ગૌશાળા મોરબી ખાતે બિરાજતા નાગેશ્વર મહાદેવ મંદિરનો ૨૦ મો પાટોત્સવ અને સંપુટ ઉત્સવનું ભક્તિભાવ પૂર્વક આયોજન કરાયું હતું.

મોરબીના શુંનાળા રોડ સ્થિત ઉમિયા આશ્રમ અને સત્ય નારાયણ ગૌશાળા ખાતે શ્રાવણી અમાસના રોજ નાગેશ્વર મહાદેવનો ૨૦મો પાટોત્સવ અને સંપુટનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કન્યા છાત્રાલયના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, બ્રિજેશભાઈ મેરજા, મહેશભાઈ સરડવા અને પ્રભુભાઈ પનારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ધાર્મિક પ્રસંગમાં ભવિકજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર આયોજન સજુભા દોલુભાએ કર્યું હોવાનું સંસ્થાપક મહંત નિરંજનદાસજીની યાદીમાં જણાવાયું છે.