મોરબીમાં રવાપર રોડ પર લૂંટ ચલાવનાર ચાર શખ્સો ઝડપાયા

એ ડિવિઝન પીઆઇ સોનારાનો સપાટો : લૂંટાયેલા મોબાઈલ કબજે

મોરબી : મોરબીમાં રવાપર રોડ પર બે દિવસ પૂર્વે ચાર યુવાનોને લૂંટવાની ઘટનામાં બાહોશ પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારાએ બાતમીદારોને કામે લગાડી આ ચકચારી લૂંટનો બનાવ ગણતરીની કલાકોમાં ભેદી નાખી ત્રણ લૂંટારા અને ચોથા લૂંટરાના મદદગારી કરનાર શખ્સને ઝડપી લઈ લૂંટનો મુદામાલ પણ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૦ ના રોજ મોરબીના કેનલરોડ પર બેઠેલા જય ખોડીદાસ ઉનાલિયા અને તેના ત્રણ મિત્રો પાસે ધસી આવી ત્રણ લૂંટારુઓએ જયના ગળે છરી મૂકી મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓ લૂંટી પલાયન થઈ ગયા હતા.
આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પી.આઈ.સોનારાએ બાઇક નંબર જી.જે ૩૨ એ ૬૯૧૫ ના આધારે ગુન્હેગરોને ઝડપી લેવા બાતમી દારોને કામે લગાડી આધુનિક સાયબર ક્રાઇમ એક્સપર્ટની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસે આ લૂંટને અંજામ આપનાર મોરબીના રહીશ સહિત ચાર શખ્સોને દબોચી લીધા છે જેમાં નિલય ભુપેન્દ્રગીરી ગૌસ્વામી.રે.શનાળા બાયપાસ, હીરાઘસવાનો વ્યવસાય કરતો જગદીશ વશરામ ઝાલા રે.ધૂંધવાણાં તા.ખાભા જિલ્લો અમરેલી, પ્રકાશ ઉરફે રાહુલ મનુભાઈ બાંભણીયા,રે પિચ્છવી કોડીનાર અને કોડીનારના અરીઠીયાના રાજેશ સુખભાઈ કોળીને દબોચી લીધા છે
વધુમાં પોલીસે લૂંટમાં વપરાયેલ બાઇક અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮૦ હજારનો મુદામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.