માળીયા તાલુકા પંચાયતની સફાઈ માટે કલેકટરને રજુઆત

- text


જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ પત્ર પાઠવ્યો

મોરબી : માળીયા તાલુકા પંચાયતમાં પુરના પાણી ફરી વળ્યાં બાદ હજુ સુધી સફાઈ કામગીરી કરવામાં આવી ન હોવા અંગેની ચોંકાવનારી ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષે જિલ્લા કલેકટરને કરતા આશ્ચર્ય સર્જાયું છે.
મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી માળીયા તાલુકા પંચાયતમાં પુરની પરિસ્થિતિ સમયે ચાર-ચાર ફૂટ પાણી ભરાયા હોવાનું જણાવી આ કચેરીમાં હજુ સુધી સફાઈ થઈ ન હોવાનો આરોપ લગાવી અહીં આવતા જતા અરજદારોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ તાકીદે સફાઈ કામગીરી કરાવવા માંગણી કરી હતી.
આ મામલે કારોબારી અધ્યક્ષે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ પત્રની નકલ પાઠવી છે, આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે આટલું મોટું તાલુકા પંચાયતનું તંત્ર શુ સફાઈ કામગીરી જાતે ન કરાવી શકે ? સફાઈની તાલુકા પંચાયત જેવી સ્વાયત સંસ્થા ની પણ પોતાની જવાબદારી બને છે.

- text

- text