હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે ઈજાગ્રસ્ત વાછરડાની મદદે આવ્યા યુવાનો

વાંકાનેર મોરબી હાઇવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વાછરડા ને હડફેટે લઈ ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો.

આ બાબત ની વાંકાનેર ના ગૌ પ્રેમી યુવાનોને જાણ થતાં તુરંત જ ત્યાં દોડી ગયા હતા ત્યાર બાદ વાછરડા ની હાલત જોતા વાછરડાનો આગળ નો પગ ફ્રેક્ચર થઇ ગયો હતો તેમજ પાછળના પગ માં પણ ગંભીર ઈજા થઈ હતી . ત્યાર બાદ ગૌ પ્રેમી યુવાનોએ ડોક્ટર ને બોલાવી પ્રાથમિક સારવાર આપી હતી .
અને અંધઅપંગ ગૌશાળાના સહયોગથી વાહન મારફતે વાછરડાને અંધ અપંગ ગૌશાળાએ મુકવામાં આવ્યો હતો.