ટંકારાના પોલીસ જમાદાર ચંદુભાઈએ સ્વાઇનફ્લુ વિરોધી ઉકાળાનું વિતરણ કર્યું

ટંકારા : વકરી રહેલા સ્વાઇનફલૂ ના રોગચાળા સામે રક્ષણ માટે ટંકારાના પોલીસ જમાદાર ચંદુભાઈ બાબરીયાએ સ્વાઈન ફ્લૂ વિરોધી ઉકાળો બનાવી જાતે વિતરણ કર્યું હતું.

પ્રજાની સુરક્ષાની જેમની જવાબદારી છે તેવા પોલીસ વિભાગના ટંકારાના જમાદાર ચંદુભાઈએ રોગચાળા સમયે પ્રજાને સુરક્ષા આપતા પોલીસ પરીવારના ધરે ધરે જઇ ઉકાળો પીવડાવ્યો હતો. ટંકારા પોલીસ મથકમાં શાંત સ્વભાવ માટે જાણીતા જમાદાર ચંદુભાઈ બાબરીયાએ વકરતો જતો સ્વાઈફલુ ના રોગ થી રક્ષણ માટે જાતે ઉકાળો બનાવી વિતરણ કર્યું હતું અને પોલીસ લાઈન તેમજ નગરનાકા વિસ્તારમાં રહેતા પરીવાર ને રોગ સામે રક્ષણ મળે તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. ટંકારામા છેલ્લા પાચ દીવસ થી સતત ઉકાળો અને કિટ દવા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.