મોરબી નવલખી તથા અમરેલી એપ્રોચ રોડનું કામ મંજુર

મોરબી:રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના નવલખી રોડ અને અમરેલી એપ્રોચ રોડના કામ માટે 105 લાખની ગ્રાન્ટ મંજુર કરી છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મોરબી જિલ્લાના મોરબી-નવલખી રોડ તથા અમરેલી એપ્રોચ રોડનું કુલ 3.20 કિલોમીટરનું કામ 105 લાખના ખર્ચે મંજુર કરી સૈદ્ધાંતિક મંજૂરી આપવમાં આવી છે.