મોરબીમાં ખેડુતોને તાત્કાલિક પાક વીમો ચુકવવા કોંગ્રેસની માંગ

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા દ્વારા રાજ્યના કૃષિ સચિવને આવેદન

મોરબી : મોરબી જિલ્લાના ખેડુતોને હજીસુધી પાક વીમા ચુકવવામાં ન આવ્યા હોવાથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે, રાજ્યના મુખ્યમંત્રીએ જામકંડોરણા ખાતે એક મહિના પહેલા યોજાયેલા સહકારી સંમેલનમાં જાહેરાત કરી હતી કે ખેડુતોને જન્માષ્ટમી પહેલા પાક વીમો ચુકવી દેવાશે. પરંતુ ખેડુતોને પાક વીમો ચુકવામાં રાજ્ય સરકાર ઠગઠૈયા કરી રહી હોવાનો આક્રોશ બ્રિજેશ મેરજાએ કર્યો હતો. અને વધુમાં જણાવ્યું હતુંકે, મોરબી જિલ્લાના ખેડુતો એક બાજુ સિંચાઇમાં અન્યાય, આકશી ખેતી પર નિર્ભર, ખેત જણસના વળતર લાયક ભાવો ન મળવા, વાવણીમાં બિયરણ નિષ્ફળ, અતિવૃષ્ટિમાં પાક બળી જવો, ખેતીની જમીનમાં ધોવાણ જેવી સમસ્યાઓથી ખેડુતો પીડાય છે. ઉપરથી જો અા પાક વીમામાં વિલામ્બ થતા અન્યાય થઈ રહ્યો છે. તેથી મોરબી જિલ્લા કોંગેસ દ્વારા તાત્કાલિક ખેડુતોને પાક વીમો ચુકવવા રાજ્યના કૃષિ સચિવને માંગણી કરી છે.

- text

- text