મોરબી જિલ્લાના 14 ગામોના સિંચાઈ પ્રશ્ને મંત્રીશ્રીને રૂબરૂ રજુઆત

- text


ઉભા પાકને બચાવવા મચ્છુ યોજનમાંથી પાણી આપવા માંગણી

મોરબી: ખરીફ તેમજ રવિ મોસમમાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે મોરબી જિલ્લાના 14 ગામના ખેડૂતો દ્વારા સિંચાઈ મંત્રીને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના ખેવરિયા, બરવાળા, ખાખરાળા, બગથળા, પીપળીયા, વાવડી, જેપુર, ખીજડિયા, નારણકા, વનાળિયા, માનસર, લીલીયા, મોકપર અને મહેન્દ્રગઢ સહિતના 14 ગામના ખેડૂતો દ્વારા ગ્રામપંચાયતના નેજા હેઠળ ગાંધીનગર સિંચાઇમંત્રીને નાનુભાઈ વાનાણીને રજુઆત કરી રવિ તથા ખરીફ મોસમમાં ઉભા મોલ માટે મચ્છુ-2 કેનલનું પાણી આપવા માંગણી કરી હતી.
વધુમાં હાલમાં ખરીફપાકને 15 દિવસ પછી પાણી આપવાની સાથે આગામી રવિ સિઝન માટે પાઇપલાઇન મારફતે રવી સીઝનમાં ખેડૂતોને પાઇપ લાઈન મારફત લિફ્ટ ઇરિગેશનથી કાયમી પાણી પૂરું પાડવા સિંચાઈ મંત્રીને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી.

- text