નોટબંધી બાદ દેના બેન્કના એટીએમ ખુલ્યા જ નથી!!

- text


મોરબી: મોરબીની અગ્રણી બેન્ક એવી દેના બેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રાષ્ટ્રીયકૃત દેનાબેંકની શાખાઓમાં અનેક સરકારી કર્મચારી અને પેન્શનરો જોડાયેલા છે પરંતુ ખાતેદારોની કમનસબી છે કે પરાબજાર અને ગેંડા સર્કલ નજીક આવેલી દેનાબેન્કની બંને શાખાઓના એટીએમ નોટબંધી બાદથી બંધ હાલતમાં છે.
ઉલ્લેખનીય છે કે મોરબી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ અને રેલવેના કર્મચારીઓના ખાતા દેના બેંકમાં હોય એટીએમ બંધ હોવાથી તેમને મુશ્કેલી પડે છે,વધુમાં એટીએમ બંધ હોવાથી ખાતાધારકોને ફરજિયાત પણે ચેક અથવા વિડ્રોલ ફૉર્મથી નાણાં ઉપાડવા પડે છે અને તેમાં પણ ભારે ગિરદી ને કારણે દેનાબેન્કના ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

- text