મોરબી જિલ્લામાં બાળકો કુપોષિત જ રહે ને ! પ્રોગ્રામ ઓફિસર સહિતની જગ્યાઓ ખાલી

- text


સરકારી શાખામાં અનેક અધિકારીની જગ્યાઓ ખાલી

મોરબી: સરકારે મોરબી જિલ્લાને માત્ર નામ પૂરતો જિલ્લો જાહેર કર્યો હોય એમ જિલ્લાની અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોવાની સાથે ભારતના ભાવિ સમાં બાળકોના સ્વાસ્થ્ય માટેના વિભાગ આઇસીડીએસમાં પ્રોગ્રામ ઓફિસર સહિતની જગ્યાઓ ખાલી હોવાથી ભારે આશ્ચર્ય સર્જાયું છે.
મોરબી જિલ્લો બન્યા બાદ આંગણવાડી આઇસીડીએસ વિભાગમાં મુખ્ય અધિકારી ઈવા પ્રોગ્રામ ઓફિસરની નિમણુંક થઈ નથી. આ ઉપરાંત તાલુકા કક્ષાએ સીડીપીઓની પાંચ પૈકી ચાર જગ્યાઓ ખાલી છે આ સંજોગોમાં પછાત ગરીબ વર્ગના બાળકોના સ્વાસ્થ્યની સરકારી યોજનાઓની અમ્લવારીમાં ભારે અસર પડી રહી છે.
દરમિયાન આઇસીડીએસ વિભાગમાં 7 કારકુનોના મંજુર મહેકમ સામે ફક્ત 4 જગ્યા ભરાયેલી છે, એજ રીતે હિસાબી જુનિયર કલાર્કની ચાર પૈકી 3 જગ્યા ખાલી છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે બાળકો સાથે સીધા સંપર્કમાં રહેનાર મુખ્ય સેવકની 37 પૈકી 15 જગ્યાઓ ખાલી છે.અને પટવાળાની 6 જગ્યા પૈકી માત્ર 3 પટવાળાની નિમણુંક થઈ છે.
આ સંજોગોમાં સ્ટાફની કમીને કારણે આંગણવાડીની કામગીરીને માઠી અસર પડી છે અને કર્મચારીઓને વધારાનો કાર્યબોજ કરવો પડતો હોય કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

- text