મચ્છુ-૨ ડેમના ચાર દરવાજા ખોલાયા

- text


મોરબી:ઉપરવાસ સારા વરસાદને કારણે તેમજ મચ્છુ ડેમના કેચમેન્ટ એરિયામાં એક ઇંચથી વધુ વરસાદ પડતાં મચ્છુ-૨ના ૪ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે.
સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી મચ્છુ-૨ ડેમના કેચમેન્ટ એરિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ મિમી વરસાદ નોંધાયો છે ઉપરાંત ઉપરવાસ સારા વરસાદ ને કારણે મચ્છુ જળાશયમાં પાણીની આવક વધતા ૪ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૨૫૮૦ ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.de

- text

ફાઇલ ફોટો

- text