ગણપતિબાપા મોરયા…મોરબીમાં ગણેશોત્સવની તડામાર તૈયારી

- text


ઠેર-ઠેર ગણપતિ પંડાલ વિઘ્નહર્તાની મૂર્તિને અપાતો આખરી ઓપ

મોરબી: આગામી તારીખ 25ના રોજ થઈ રહેલા ગણેશ મહોત્સવના પ્રારંભની અત્યારથી જ તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે, મોરબી શહેરમાં સનાળા રોડ, રવાપર રોડ ,નાની બજાર, નગર દરવાજા સહિતના સ્થળોએ અત્યારથી જ ગણેશોત્સવના પંડાલ નાખવાનું શરૂ થઈ ગયું છે.
શ્રાવણમાસ પૂર્ણ થવાની સાથે જ મોરબી શહેરમાં ઠેર-ઠેર ગણેશોત્સવની તૈયારી શરૂ થઈ ગઇ છે. શહેરના રવાપર રોડ, શનાળા રોડ, કાયાજી પ્લોટ, રામોજી ફાર્મ સહિતના સ્થળે ગણપતિબાપાની વિશાળકાય મૂર્તિના સ્થાપન માટે તૈયારી શરૂ થઈ ચૂકી છે, શનાળા રોડ ખાતે ગણપતિ મૂર્તિના સર્જકોને અગાઉથી મળેલા ઓર્ડરોને આખરી ઓપ આપવાનું શરૂ થયું છે.

- text