હળવદમાં ધનાધન 3.5 ઈંચ : ટંકારામાં વધુ અડધો ઇંચ : વાંકાનેરમાં પોણો ઇંચ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. અને ટંકારામાં સાંજના 6 વાગ્યા સુધીમાં એક ઈંચ જેવો વરસાદ પડી ગયો હતો. ત્યાર બાદ મેઘરાજાએ હળવદ પંથકમાં સટાસટી બોલાવી હતી. હળવદમાં સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં 90 મિમિ એટલે કે 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. હળવદના અમુક ગામોમાં બરફના ઓલા પાડવાના પણ સમાચાર મળ્યા હતા. જયારે ટંકારામાં સાંજના 6 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ બાદ 6 વાગ્યા પછી વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે વાંકાનેરમાં પણ પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે મોરબીમાં જોરદાર વરસાદી ઝાપટા સાથે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં સવારના 7 વાગ્યા થી સાંજના 8 વાગ્યા સુધી નો વરસાદ જોઈએતો હળવદમાં 99 મિમિ, મોરબીમાં 9 મિમિ, ટંકારામાં 32 મિમિ અને વાંકાનેરમાં 18 મિમિ વરસાદ નોધાયો હતો. જયારે માળીયા કોરું ધાકડ રહ્યું હતું.

- text