મોરબીમાં ત્રણ સ્થળેથી જુગાર રમતા કુલ 19 ઝડપાયા

- text


મોરબીમાં સોની વેપારીના ઘરે ચાલતું જુગારધામ પકડયું
મોરબી : મોરબી શહેરમાં બુઢાબાવાની શેરીમાં સોની વેપારીના ધરે જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા 8 વેપારીઓને રૂપિયા 1.03000ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસના ડી-સ્ટાફના ચકુભાઈ કાલોતરાને અહીંની બુઢાબાવાની શેરીમાં સોની વેપારીના મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ગઈકાલે મોડીરાત્રે દરોડો પડ્યો હતો અને દરોડા દરમિયાન 8 વેપારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન અજિત ઉર્ફે સંજય જમનદાસભાઈ રાણપરાના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાનું અને આરોપી અમૃતલાલ પ્રફુલભાઈ પઢીયાર,મુકેશભાઈ ભગવનજીભાઈ,રવિભાઈ ચંદુભાઈ જોગીયા,જીતેશ નટવરલાલ રાઠોડ,રાકેશ દામજીભાઈ આડેસરા,સંજય ઉર્ફે અનિલ ચંદુભાઈ રાણપરા અને રાજેશ જમનાલાલ રાણપરા રૂપિયા 1.03000ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.
આ મામલે એ-ડિવિઝન પોલીસે જુગરધારાની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના વાવડીરોડ પર ઓફિસમમાં ચાલતું જુગારધામ પકડી લેતી એલસીબી
મોરબી : મોરબી એલસીબી પોલીસે ગઈકાલે અત્રેના વાવડીરોડ પર ઓફિસમાં ચાલતા જુગરધામપર ત્રાટકી છ શખસોને રૂપિયા 42 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલી કબીરવાડી પાસે ભક્તિ સોસાયટી માં યદુનંદન લખેલી ઓફીસમાં જુગાર રમતા હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાચ ને મળતા ત્યાં દરોડો પાડતા દુર્લભજી મોહનભાઇ રૂપાલા, ચંદુ નરસીભાઈ સઘાણી, રાણા કાનાભાઈ કુંભારવાડિયા, રામુ બાબુભાઇ ઝીલરીયા, કાના બચુભાઇ કુંભારવાડિયા અને અમરસિંહ રાઘવજીભાઈ રૂપાલા સહિતના અર્ધો ડઝન શખ્સો ને પતા રમતા ઝડપી રૂપિયા 42 હજાર ની રોકડ કબજે કરી હતી

વીસી ફાટક નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી : વીસી ફાટક નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી નરેન્દ્ર અમૃતલાલ પાટડિયા, સલીમ અકબર ફકીર અને સંજય કુંવરજી વાઘેલાને ઝડપી લઈ રોકડ રકમ રૂપિયા ૧૨,૨૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text