મોરબીમાં સ્વાઇનફ્લુના વધુ ૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા

- text


છેલ્લા એક માસમાં ૨૨ લોકો સ્વાઇન ફ્લૂની ઝપટે

- text

મોરબી: છેલ્લા બે દિવસથી મોરબી શહેર જિલ્લામાં સ્વાઇનફ્લુએ આંતક મચાવ્યો છે,અને બે દિવસ પૂર્વે ૩ વ્યક્તિને સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે દાખલ કરાયા બાદ વધુ ૬ લોકોને સ્વાઇનફ્લુના લક્ષણો જણાતા સારવાર શરૂ કરવામાં આવી છે.
મોરબી સિવિલ સુપ્રીન્ટેનડેટ ડો.દુધરેજીયાના જણાવ્યા મુજબ મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફ્લુના રોગચાળાને લઈ પૂરતી તૈયારી કરવામાં આવી છે,બે દિવસ પૂર્વે ત્રણ દર્દીઓમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા સારવાર માટે દાખલ કરાયા બાદ વધુ ૬ દર્દીઓમાં સ્વાઇનફ્લુના લક્ષણો જણાતા તેમની ટ્રીટમેન્ટ ચાલુ છે.
વધુમાં ચાલુ માસમાં 22 અને કુલ મળી 25 દર્દીઓને સ્વાઇનફ્લુ વોર્ડમાં સારવાર આપી મોટાભાગના દર્દીઓ સારવાર બાદ સાજા થતા રજા આપવામાં આવી છે.
દરમિયાન સ્વાઇનફ્લુના રોગચાળાને લઈ જિલ્લાના તમામ સીએચસી સેન્ટરના સ્ટાફને સ્વાઇનફ્લુ સારવાર અંગે ટ્રેનિંગ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text