નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દૂર કરવાની કોંગ્રેસની માંગ

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ વર્ષે નીટ ની પરીક્ષામાં પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દૂર કરી યોગ્ય નિર્ણય લેવા મોરબી જિલ્લા કેલક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નવી દિલ્લી દ્વારા લેવા યેલી નીટ-2017 માં કુલ 11.36 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હટી. જેમાં 47.500 વિધ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી હતી. પ્રાદેશિક ભાષા પ્રમાણે અલગ અલગ માધ્યમના વિધાર્થીઓ માટે અલગ અલગ ભાષા પ્રમાણે પ્રશ્નપત્ર સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રાદેશિક ભાષાનું પેપર અઘરું હોવાથી વિદ્યાર્થીઓનો મોટા ભાગનો સમય વેડફાય ગયો હતો. જેથી પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને કોંગ્રેસ પક્ષે વિવિધ સ્તરે ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પિટિશન દાખલ કરી રજૂઆત કરી છતાં હજી સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે સમયસર યોગ્ય નિર્ણય લઇ ન્યાય કરવા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

- text