મોરબી : અકસ્માતમાં મૃત્યુ પામનાર છાત્રની કોલેજે ફી પરત કરી

મોરબી : મોરબીમાં થોડા દિવસ પહેલા અકસ્માતમાં પરમાર શૈલેષ નરશીભાઈ નામના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. તે મોરબી શનાળા રોડ પર આવેલી પી.જી. પટેલ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતો હતો. જેમાં અભ્યાસના શરૂઆતના સમયમાંજ મૃત્યુ થવાથી કોલેજના સંચાલકે તેના માતાપિતાને કોલેજ બોલાવીને તેને ફી અને યુનિવર્સિટી દ્વારા વિમાની જે રોકડ રકમ મળી હતી તે તેને પરત આપી હતી. તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીઓએ બે મિનિટનું મોન રાખીને શૈલેષને શ્રદ્ધાંજલિ આપી હતી.