રાજ્યના 41 શ્રેષ્ઠ શિક્ષકોમાં મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોની પસંદગી

- text


આગામી 5 સપ્ટેમ્બરે રાજ્યપાલશ્રીના હસ્તે પારિતોષિક અપાશે

મોરબી:રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017 માટે 41 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકો પસંદ થયા છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પારિતોષિક યોજના અંતર્ગત વર્ષ 2017 માટે 41 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે,શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવોર્ડ માટે પસંદગી પામેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.
વધુમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો માટે પસંદગી પામેલા શિક્ષકોમાં મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષક વિભાગમાંથી નવા મકનસર પ્રાથમિક શાળાના જીતેન્દ્રભાઈ ઓધવજીભાઈ પાચોટીયા,મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિભાગમાંથી ચકમપર પ્રાથમિક શાળાના શૈલેષકુમાર જેઠાલાલ કાલરીયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયના અંજનાબેન અમૃતલાલ ફટણીયાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2017 માટે પસંદગી થતા મોરબી જિલ્લાના શિક્ષક ગણમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
વધુમાં આગામી તા.5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિને તમામ શિક્ષકોને રાજ્યપાલશ્રીના એવોર્ડ આપવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની હેટ્રિક બદલ શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ 

- text

મોરબી જિલ્લાના ત્રણ-ત્રણ શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવાએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મણિલાલ સરડવાએ જણાવ્યું હતું કે કવિ,ગુજરાતી સાહિત્ય સર્જક,બાળસાહિત્યકાર,ચિત્રકાર,શૈક્ષણિક સાહિત્ય સર્જક,અનેક એવોર્ડ વિજેતા,સમતા અને મમતાના ભંડાર,સાચા સેવક અને સંગઠનને સમર્પિત,મુકસેવક અને શિક્ષક,વાર્તાકાર અને બાળમાનસના જ્ઞાતા એવા અમારા નવરચિત મોરબી જિલ્લાનું ગૌરવ એવા જીતુભાઈ પાંચોટીયા અને શૈલેશભાઈ કાલરીયાને ખૂબ ખૂબ અભિનંદન.આપના શ્રેષ્ઠ શિક્ષકત્વને વંદન અને અભિનંદન.આપને મળેલ રાજ્ય પારિતોષિક બદલ જિલ્લા પ્રા.શી.સંઘ મોરબી હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.રાજ્ય એવોર્ડમાં મોરબી જિલ્લાએ હેટ્રિક મારી છે.આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન

- text