ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિરે નગદ નારાયણનો શૃંગાર

ટંકારા : ટંકારા ના જગવિખ્યાત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે કાળીયા ઠાકોરજીના જન્મને વધાવવા ચલણી નોટો નો શૃંગાર કરી નગદ નારાયણના દર્શન રાખવામાં આવ્યા હતા.

પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન જગવિખ્યાત શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે દરરોજ જુદા જુદા દર્શન કરી ભગવાનના દરબાર મા ઠાકોરજી ને હિડોળે જુલાવાય છે અને જન્માષ્ટમી પર્વના દિવસે તો કાળીયાઠાકોર નો જન્મ દિવસ હોય ટંકારા આખુ ગોકુળીયુ બની નંદધેર આનંદ ભયોના નારા સાથે જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે મંદીર ના પટાંગણમાં ચલણી નાણાની રૂપિયા 2 હજાર 500, 100, 50, 20, 10, 5, 2, અને 1 ની નોટો નો અદ્ભુત દર્શન યોજવામાં આવ્યા હતા. અને સવારથી જ હરી ભક્તો ની ભારે ભીડ રણછોડ ની કુપા મેળવવા આવી પહોંચી હતી.