ટંકારાના મહાદેવ મંદિરે તિરંગાનો શણગાર

ટંકારા : ટંકારા ના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે સ્વતંત્રતા પર્વે તિરંગાનો શણગાર કરી દેશભક્તિ નો સંદેશ આપ્યો હતો.

સ્વતંત્રતા પર્વ અને જન્માષ્ટમીના અવસરે ટંકારાના નીલકંઠ મહાદેવ મંદિરે દેશભક્તિનો અનેરો સંદેશ આપવા મહાદેવજીને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો,આ ઉપરાંત ત્રણ હાટડી ખાતે મિત્ર મંડળ દ્વારા પણ તિરંગા સાથે અદ્ભુત પંડાલ કર્યો હતો જેની જાખી મેળવવા માટે ટંકારામાં ભારે ભીડ જોવા મળી હતી.