હંજીયાસર ગામે પુરપિડીતોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું

મોરબી : લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ની કલબો જેવીકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ,લાયન્સ કલબ ઓફ મોરબી ક્વીન્સ ,લાયન્સ કલબ ઓફ નઝરબાગ તેમજ લાયન્સ કલબ ઓફ જ્યુપિટર ના સયુક્ત ઉપક્રમે મોરબી જીલ્લા ના માળિયા (મી.) તાલુકા ના હંજીયાસર ગામે પૂરપીડિત લોકોને કપડાનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં લાયન્સ ડીસ્ટ્રીકટ ૩૨૩૨-જે ના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રી હિતેશ ભાઈ ગણાત્રા ,વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી , ડીસ્ટ્રીક ચેરમેન શ્રી મગન ભાઈ સંઘાણી ,શ્રી કાન્તીભાઈ બાવરવા ,શ્રી બ્રિજેશ ભાઈ મેરજા , કેસુભાઇ દેત્રોજા, ભીખાભાઈ લોરિયા,તુષારભાઈ દફતરી ,પી.જી. પટેલ કોલેજ ના યુવકો,વીરેન્દ્ર પાટડિયા ,મનીષભાઈ પારેખ, અમરશીભાઈ અમૃતિયા, જનક ભાઈ, કશ્યપ ભાઈ ,તેમજ અન્ય લાયન્સ મેમ્બરો સામેલ થયા હતા.માળિયા (મિ.) ના ઇકબાલ ભાઈ ઝેડા આ કાર્યક્રમ માં સાથે રહ્યા હતા.